ત્રિપલ હત્યા કેસ બાદ પાલિકા-પોલીસ એક્શન મોડમાં, દોઢ કિલોમીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
સુરત ત્રિપલ હત્યા કેસ બાદ પાલિકા-પોલીસ એક્શન મોડમાં અંજની ઈન્ડસ્ટ્રીયલમાં થઈ હતી ત્રણ વેપારીની હત્યાગેરકાયદેસર દબાણો વિરૂદ્ધ મેગા ડિમોલીશનદોઢ કિલોમીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો સુરત શહેરના (Surat)અંજની ઇન્ડસ્ટ્રીયલમાં થોડા દિવસ અગાઉ ત્રીપલ મર્ડરની (Triple murder)ઘટના સામે આવી હતી, અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડરન હોય તેવું સામે આવ્તા પોલીસ એક્શનમા આવી છે. અંજની ઇન્ડસ્ટ્ર
Advertisement
- સુરત ત્રિપલ હત્યા કેસ બાદ પાલિકા-પોલીસ એક્શન મોડમાં
- અંજની ઈન્ડસ્ટ્રીયલમાં થઈ હતી ત્રણ વેપારીની હત્યા
- ગેરકાયદેસર દબાણો વિરૂદ્ધ મેગા ડિમોલીશન
- દોઢ કિલોમીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
સુરત શહેરના (Surat)અંજની ઇન્ડસ્ટ્રીયલમાં થોડા દિવસ અગાઉ ત્રીપલ મર્ડરની (Triple murder)ઘટના સામે આવી હતી, અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડરન હોય તેવું સામે આવ્તા પોલીસ એક્શનમા આવી છે. અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનું દૂષણ જાણે વધી ગયું હોય તેમ તેઓ દ્વારા રસ્તાઓ પણ બ્લોક કરી દઈ ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો.ત્યારે આજે સવારથી જ કતારગામ ઝોન દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અસામાજિક તત્વો દ્વારા કબજે કરાયેલા દોઢ કિલોમીટર લાંબા રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ રસ્તા પરથી તમામ લારીઓ, કેબીન, પાથરણા અને ઝૂંપડાઓનું દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરાવાયો હતો.
અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો
સુરત શહેરના અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલ ત્રીપલ હત્યા કેસ બાદ સમગ્ર શહેર સહીત રાજ્યમાં સનસની મચી જવા પામી હતી. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ અવારનવાર વાદવિવાદનું કારણ બનતું રહ્યું છે. દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનમાં પણ અંજની ઇન્ડસ્ટ્રીમાં કારીગરોને ભડકાવતા પોસ્ટરો લગાવવામાં આવે છે. ત્યારે થોડા દિવસ અગાઉ કારીગર દ્વારા કરાયેલા ત્રિપલ હત્યા કેસ બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.જોકે અંજની ઇન્ડસ્ટ્રીમાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા પોતાનો ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે. ત્યારે આજે સુરત મહાનગરપાલિકા ના કતારગામ ઝોનના અધિકારી ડી.કે.પંડયા અને ગણેશવાલાના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસઆરપી, પોલીસ અને માર્શેલો સાથે પહોંચેલા કતારગામ ઝોનના અધિકારીઓ અને સ્ટાફે ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી કરી હતી.જેમાં અસામાજિક તત્વો દ્વારા કબજો જમાવી દેવામાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીમાં રેલવે ગરનાળા ફાટક થી કેનાલને જોડતા દોઢ કિલોમીટર લાંબા રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો. ટીપી ૪૬ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો કરી આખો જ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
કતારગામ નું અંજની ઇન્ડસ્ટ્રીયલ અવારનવાર વાદવિવાદનું કારણ બન્યું
કતારગામ ઝોનના શહેરી વિકાસ સ્ટાફ અને દબાણ ખાતાના ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખૂબ જ સેન્સેટિવ અને મુશ્કેલી જનક સ્થિતિ હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફે સખ્ત કાર્યવાહી કરીને આખા રસ્તા પરના દબાણો દૂર કરીને ૪૫ લારી,૨૫ કેબિનો, ૧૫૦ પાથરણાઓ અને ઝુંપડોના ડિમોલેશન કરી આખરે રસ્તો ખુલ્લો કરી દીધો હતો.
સેન્સેટિવ વિસ્તાર હોવાથી દબાણ હટાવવા પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો
કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા અતિ સેન્સેટિવ એવા અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી સમયે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા ૩૦ એસઆરપી તથા એક પીએસઆઇ, કે બે એએસઆઇ, ૧૫ મહિલા કોન્સ્ટેબલ, ૧૫ પુરુષ કોન્સ્ટેબલ, ૫૦ માર્શલો અને ૭૫ બેલદારોને સાથે રાખીને આ સમગ્ર જગ્યા પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી બપોર સુધી યથાવત રહી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement